ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 73516 પર ખુલ્યો

New Update
ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 73516 પર ખુલ્યો

આજે મંગળવારે મુખ્ય સૂચકાંકો ફ્લેટ ખુલ્યા છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતાઈ સાથે 22450 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકન ફ્યુચર અને એશિયન માર્કેટમાં ખરીદી છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 616 પોઈન્ટ ઘટીને 73,502 પર બંધ થયો હતો.અમેરિકન બજારો ગઈ કાલે સપાટ સ્તરે બંધ થયા હતા. અહીં બજારમાં સતત બીજા દિવસે દબાણ જોવા મળ્યું હતું. જોકે ગઈ કાલે ડાઉ જોન્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો.

જ્યારે એસએન્ડપી 500 ઈન્ડેક્સ અને નાસ્ડેકમાં દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોની નજર હવે આગામી ફુગાવાના ડેટા પર છે જેના પર ફેડરલ રિઝર્વ બેંક વ્યાજ દરો અંગે શું નિર્ણય લે છે તેના પર નિર્ભર રહેશે. ગઈકાલે ટેક શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. તાજેતરના ઉછાળા પછી, Nvidia ગઈકાલે 2% ઘટ્યો હતો. અગાઉ શુક્રવારે પણ તેમાં 5%નો ઘટાડો થયો હતો. ઓરેકલ ફાઇનાન્સના પરિણામો અપેક્ષા કરતા સારા હતા.આજે એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી ઈન્ડેક્સ સતત બીજા દિવસે ઘટી રહ્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી ઇન્ડેક્સમાં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે. હેંગસેંગ અને શાંઘાઈ કમ્પોઝિટ તરફથી પણ મજબૂતીના સંકેતો છે.

Latest Stories