Connect Gujarat
બિઝનેસ

વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 147 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18650 નીચે

વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 147 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18650 નીચે
X

અમેરિકામાં ફેડરલ બેંક દ્વારા 50 બેસિસ પોઈન્ટ વ્યાજ દરમાં વધારો થવાને કારણે સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. આજે ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી રહી છે અને ભારતીય સ્ટોક માર્કેટમાં મંદીની ચાલ સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62677.91ની સામે 147.84 પોઈન્ટ ઘટીને 62530.07 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18660.3ની સામે 45.90 પોઈન્ટ ઘટીને 18614.4 પર ખુલ્યો હતો.

આજે કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી છે. નિફ્ટી પર ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. બેન્ક, ફાઇનાન્શિયલ અને એફએમસીજી ઇન્ડેક્સ પર પણ દબાણ છે. જોકે મેટલ, ઓટો અને ફાર્મા ઈન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.

હેવીવેઇટ શેરોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 30ના 14 શેરો લીલા રંગમાં અને 16 લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં NTPC, INDUSINDBK, KOTAKBANK, DRREDY, MARUTI, SBIનો સમાવેશ થાય છે. અને ટોપ લુઝર્સમાં TECHM, Infosys, HCL, HUL, Titan, ICICI બેંક, TCS નો સમાવેશ થાય છે.

Next Story