Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત, સેન્સેક્સ 61800 નીચે ખુલ્યો

ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત, સેન્સેક્સ 61800 નીચે ખુલ્યો
X

વૈશ્વિક બજારોના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારે ગુરુવારે કારોબારની ખરાબ શરૂઆત કરી હતી. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. આ સંકેત આપી રહ્યું છે કે સ્થાનિક બજારો સતત બીજા દિવસે ઘટાડામાં રહી શકે છે. આ પહેલા બુધવારે માર્કેટની સતત 3 દિવસની તેજી પર બ્રેક લાગી હતી.

વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય શેરબજારમાં મંદી સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સ 33.58 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 61,740.20 પર અને નિફ્ટી 11.80 પોઈન્ટ અથવા 0.06% ઘટીને 18,273.60 પર હતો. લગભગ 1233 શેર વધ્યા, 779 શેર ઘટ્યા અને 94 શેર યથાવત છે.કારોબારની ખરાબ શરૂઆત

બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પ, બજાજ ઓટો, આઇટીસી અને કોટક મહિન્દ્રા બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ઓએનજીસી અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લુઝર્સ હતા.

Next Story