Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં આજે મંદીનો માહોલ, સેન્સેક્સ 470 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો

ભારતીય શેરબજારમાં આજે મંદીનો માહોલ, સેન્સેક્સ 470 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો
X

પશ્ચિમ એશિયામાં હમાસના હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર વ્યાપક બની રહી છે. હુમલા બાદ આજે પ્રથમવાર ઓપન માર્કેટમાં શરૂઆતમાં જ કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને શરૂઆતી ટ્રેડિંગમાં મોટા ઘટાડાનો ભોગ બન્યા છે.

સેન્સેક્સ 470 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઘટીને 65,500 પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 170 પોઈન્ટ ઘટીને 19,485 પોઈન્ટની નીચે હતો.

પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ લગભગ 1 ટકાના નુકસાનમાં હતો. ગિફ્ટી સિટીમાં નિફ્ટી ફ્યુચર લગભગ 30 પોઈન્ટ ડાઉન હતા. આ તમામ સંકેતો એ વાતનો સંકેત આપી રહ્યા હતા કે બજારની શરૂઆત આજે નુકસાન સાથે થઈ શકે છે.

Next Story