Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારો કડાકો,રોકાણકારોના માથે ચિંતાની લકીર

અમેરિકામાં રેકોર્ડ મોંઘવારી અને આર્થિક મંદીને પગલે વૈશ્વિક બજારમાં નબળાઈ નો માહોલ છે. જેના કારણે ભારતીય શેરબજારોમાં પણ આજે હાહાકાર મચી ગયો છે.

ભારતીય શેરબજારો કડાકો,રોકાણકારોના માથે ચિંતાની લકીર
X

અમેરિકામાં રેકોર્ડ મોંઘવારી અને આર્થિક મંદીને પગલે વૈશ્વિક બજારમાં નબળાઈ નો માહોલ છે. જેના કારણે ભારતીય શેરબજારોમાં પણ આજે હાહાકાર મચી ગયો છે. આખો દિવસ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ અને નિફ્ટી મોટા પાયે વેચવાલીને પગલે કડાકા સાથે બંધ થયા છે. અમેરિકામાં આશા કરતા ખરાબ મોંઘવારીના આંકડા આવ્યા હતા જેના કારણે વોલ સ્ટ્રીટ 5 ટકાથી વધુ ગગડી ગયો હતો. હવે તેની અસર ભારત સહિત તમામ દેશના બજારો પર જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક આંજે 1093.22 પોઈન્ટના મસમોટા કડાકા સાથે 58840.79 ના સ્તરે બંધ થયું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 346.60 પોઈન્ટ તૂટીને 17530.80 ના સ્તરે બંધ થયો.

આજે બજારમાં લૂઝર્સ સ્ટોકની યાદી ખુબ લાંબી છે. આજે ફક્ત ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંકના શેરમાં તેજી રહી. આ ઉપરાંત 28 કંપનીઓના સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી તો ટોપ લૂઝર્સ માં યુપીએલ શેર રહ્યા આ ઉપરાંત TATA Cons. Prod, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, હીરો મોટોકોર્પ, એમ&એમ, એચડીએફસી લાઈફ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ડો.રેડ્ડી, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, એસ બી આઈ, એચડીએફસી બેંક, ટાઈટન એલટી, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એચયુએલ, ભારતી એરટેલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, પાવર ગ્રિડ, એનટીપીસી, સન ફાર્મા અને કોટક મહિન્દ્રાના શેરમાં ભારે નબળાઈ જોવા મળી. તમામ સેક્ટર્સ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંક, રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી

Next Story