Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથેની શરૂઆત , સેન્સેક્સ 144 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18100 નીચે ખુલ્યો

ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથેની શરૂઆત , સેન્સેક્સ 144 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18100 નીચે ખુલ્યો
X

વૈશ્વિક બજારમાં મંદીની ચાલ જોવા મળતા આજે ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. આવતીકાલે રજા હોવાને કારણે આજે જ બજારમાં વિકલી એક્સપાયરી હશે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60978.75ની સામે 144.02 પોઈન્ટ ઘટીને 60834.73 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18118.3ની સામે 24.95 પોઈન્ટ ઘટીને 18093.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42733.45ની સામે 29.85 પોઈન્ટ ઘટીને 42703.6 પર ખુલ્યો હતો.

હાલમાં સેન્સેક્સ 129.91 પોઈન્ટ અથવા 0.21% ઘટીને 60,848.84 પર અને નિફ્ટી 46 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 18,072.30 પર હતો. લગભગ 998 શેર વધ્યા છે, 936 શેર ઘટ્યા છે અને 109 શેર યથાવત છે.

નિફ્ટીમાં ટાટા મોટર્સ, સિપ્લા, બજાજ ઓટો, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને મારુતિ સુઝુકી ટોચના વધનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચસીએલ ટેક્નોલોજીસ, અદાણી પોર્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને ઇન્ડસઇન્ડ બેન્ક ઘટ્યા હતા.

Next Story