ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 233 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17750 ની નજીક

New Update
ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 233 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17750 ની નજીક

અમેરિકામાં વ્યાજદરમાં વધુ વધારાની ચિંતાને પગલે વૈશ્વિક બજારમાં મંદીની ચાલ યથાવત રહી છે જેની અસર આજે ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. આજે ભારતીય બજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60672.72ની સામે 280.86 પોઈન્ટ ઘટીને 000 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17826.7ની સામે 71.35 પોઈન્ટ ઘટીને 17755.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40673.6ની સામે 179.45 પોઈન્ટ ઘટીને 40494.15 પર ખુલ્યો હતો.

9-16 કલાકે સેન્સેક્સ 263.92 પોઈન્ટ અથવા 0.43% ઘટીને 60,408.80 પર અને નિફ્ટી 67.70 પોઈન્ટ અથવા 0.38% ઘટીને 17,759 પર હતો. લગભગ 689 શેર વધ્યા છે, 1196 શેર ઘટ્યા છે અને 93 શેર યથાવત છે.

નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેક અને વિપ્રો સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ્સ અને ટાટા સ્ટીલ સૌથી વધુ વધનારા સ્ટોક હતા.

Latest Stories