ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 500 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17770 નીચે

New Update
શુક્રવારે બજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 185 અને નિફ્ટી 50 પોઈન્ટ ડાઉન.


સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસની નબળા પરિણાને કારણે તમામ આઈટી સ્ટોકમાં મોટો ધબડકો જોવા મળ્યો છે.

સેન્સેક્સ 541.23 પોઈન્ટ અથવા 0.90% ઘટીને 59,889.77 પર અને નિફ્ટી 135.70 પોઈન્ટ અથવા 0.76% ઘટીને 17,692.30 પર હતો. લગભગ 1059 શેર વધ્યા, 1143 શેર ઘટ્યા અને 168 શેર યથાવત.

નિફ્ટીમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક અને ટીસીએસ મુખ્ય ઘટનારા સ્ટોક હતા. જ્યારે પાવર ગ્રીડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, કોટક મહિન્દ્રા બેંક, આઈશર મોટર્સ અને નેસ્લે ઈન્ડિયા સૌથી વધુ વધનારા સ્ટોક હતા.

Latest Stories