Connect Gujarat
બિઝનેસ

ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સ 61850 ને પાર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સ 61850 ને પાર, નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો
X

બે દિવસના ઘટાડા બાદ ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 377 પોઈન્ટના ઉછાળા સાથે 61,937 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 105 પોઈન્ટના ઉછાળા સાથે 18,287 પોઈન્ટ પર ખુલ્યો હતો.

9-16 કલાકે સેન્સેક્સ 278.37 પોઈન્ટ અથવા 0.45% વધીને 61,839.01 પર અને નિફ્ટી 81.20 પોઈન્ટ અથવા 0.45% વધીને 18,263.00 પર હતો. લગભગ 1556 શેર વધ્યા, 434 શેર ઘટ્યા અને 104 શેર યથાવત.

જેએસડબલ્યુ સ્ટીલ, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઇફ, એક્સિસ બેંક અને ઇન્ફોસિસ નિફ્ટી પર ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ડિવિસ લેબ્સ, બીપીસીએલ, ટાઇટન કંપની, એમએન્ડએમ અને ઓએનજીસી ટોપ લુઝર્સ હતા.

Next Story