સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં બજારમાં ફ્લેટ શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારમાં મિશ્ર વેપારને જોતા ભારતીય બજારમાં પણ રોકાણકારો વેઈટ એન્ડ વોચનામાં મુડમાં જોવા મળી રહ્યા છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60858.43ની સામે 42.73 પોઈન્ટ વધીને 60901.16 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18107.85ની સામે 7.75 પોઈન્ટ વધીને 18115.6 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42328.85ની સામે 187.20 પોઈન્ટ વધીને 42516.05 પર ખુલ્યો હતો.
ખુલ્યા બાદ સેન્સેક્સ 7.58 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 60850.85 પર હતો અને નિફ્ટી 1.50 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 18106.30 પર હતો. લગભગ 1285 શેર વધ્યા છે, 732 શેર ઘટ્યા છે અને 127 શેર યથાવત છે.
નિફ્ટીમાં ટાટા મોટર્સ, ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ અને SBIમાં તેજી જોવા મળી હતી, જ્યારે HUL, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને નેસ્લે ઘટ્યા હતા.