New Update
/connect-gujarat/media/post_banners/f36f61c5c1b18fbf038a7f3af7597e6f92ac392976eebfd5f47d34ec7d7bba04.webp)
રાજ્યના 49 બંદરોથી 2022-23માં 55 કરોડ ટનથી વધુ માલ-સામાનની આયાત-નિકાસ થઇ છે. જે દેશમાં કોઇ પણ રાજ્યના બંદરો પરથી થતી સામાનની અવરજવર કરતા વધુ છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, દેશના 229 મેજર અને નોન-મેજર બંદરો પરથી 2022-23માં છે. જેમાં 39 ટકા હિસ્સો માત્ર ગુજરાત ધરાવે છે.
ગુજરાતના દીનદયાળ ઉપાધ્યાય બંદર (કંડલા) ખાતેથી 13.75 કરોડ ટન સામાનની આયાત-નિકાસ થઇ છે. જે દેશમાં કોઇ એક મેજર પોર્ટથી થતી આયાત-નિકાસમાં સૌથી વધુ છે. દેશની આયાત-નિકાસમાં ગુજરાત બાદ સૌથી વધુ માલ-સામાનની અવર-જવર મહારાષ્ટ્રના બંદરોથી થાય છે. દેશના મેજર 12 બંદરો પરથી 78.36 કરોડ ટન અને 217 નોન-મેજર બંદરોથી 64.85 કરોડ ટન માલ-સામનની આયાત-નિકાસ થઇ છે.
Latest Stories