સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં સાંબેલાધાર તેજી, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ લેવલે ખુલ્યા

New Update
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં સાંબેલાધાર તેજી, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ લેવલે ખુલ્યા

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં સાંબેલાધાર તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાંથી તેજીના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં રેકોર્ડ હાઈ લેવલે શરૂઆત થઈ છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને રેકોર્ડ હાઈ સપાટીએ ખુલવામાં સફળ રહ્યા છે.

જુલાઈ સિરીઝના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર નવા શિખરે ખૂલ્યું હતું. તે ખુલતાની સાથે જ સેન્સેક્સ 340 પોઈન્ટના ઉછાળા સાથે 64,259 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 104 પોઈન્ટના ઉછાળા સાથે 19,076 પોઈન્ટ પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી પણ નવી ઊંચાઈ પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 0.43 ટકા અથવા 139 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો.

09:16 કલાકે, સેન્સેક્સ 357.70 પોઈન્ટ અથવા 0.56% વધીને 64,273.12 પર અને નિફ્ટી 99.50 પોઈન્ટ અથવા 0.52% વધીને 19,071.60 પર હતો. લગભગ 1696 શેર વધ્યા, 513 શેર ઘટ્યા અને 143 શેર યથાવત.

પાવર ગ્રીડ કોર્પ, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસીસ, એમએન્ડએમ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટેપ ગેઈનર્સ હતા, જ્યારે બજાજ ઓટો, એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ, આઈશર મોટર્સ અને નેસ્લે ઈન્ડિયા ટોપ લુઝર્સ હતા.