રેકોર્ડ લેવલ બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ 142 પોઈન્ટ ડાઉન, નિફ્ટીમાં ફ્લેટ શરૂઆત

New Update
સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સ 277 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18450 નીચે

ભારતીય શેરબજાર મંગળવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. આજે વૈશ્વિક બજારમાં ઘટાડાનું દબાણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી રહ્યું છે અને તેઓ શરૂઆતથી જ પ્રોફિટ બુકિંગ કરી રહ્જયા છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62504.8ની સામે 142.72 પોઈન્ટ ઘટીને 62362.08 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18562.75ની સામે 10.30 પોઈન્ટ ઘટીને 18552.45 પર ખુલ્યો હતો.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને 62,505 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ વધીને 18,563 પર બંધ થયો હતો.

Latest Stories