New Update
/connect-gujarat/media/post_banners/fbde39b71ad94a67ad85fa4cf9c0c247eb851f4d5579e0dcdab618478c84a5e3.webp)
સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીનો દોર યથાવત છે. અમદાવાદમાં 10 ગ્રામના સોનાના ભાવમાં 72 હજારને પાર કરી ગયો છે. સોનાનો ભાવ આજે 72 હજાર 300 રૂપિયાની નવી ટોચે પહોંચ્યો છે. જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 2300 ડોલરને પાર થયો છે.
સોના-ચાંદીના ભાવમાં આગ લાગી છે. આ આગ અટકતી નથી. દિવસેને દિવસે કિંમતો વધી રહી છે. વાસ્તવમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં વધતા ભાવની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2300 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ છે. ટ્રેડિંગ દરમિયાન, સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $2,304.96 પ્રતિ ઔંસના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું. આ હવે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો દર છે.
Latest Stories