Connect Gujarat
બિઝનેસ

ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 63000 ને પાર

ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 63000 ને પાર
X

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ છે. સેન્સેક્સ 75.66 પોઈન્ટ અથવા 0.12% વધીને 63,055.03 પર અને નિફ્ટી 17.30 પોઈન્ટ અથવા 0.09% વધીને 18,682.80 પર હતો. લગભગ 1319 શેર વધ્યા, 990 શેર ઘટ્યા અને 181 શેર યથાવત.

ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એચયુએલ અને સિપ્લાએ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ અને ટીસીએસ ટોપ લુઝર્સ હતા.

આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના ડિલિસ્ટીંગના સમાચારને પગલે સ્ટોકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખુલતા જ સ્ટોક 15 ટકા ઉછળ્યો હતો જોકે બાદમાં થોડી પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે.

યુએસ ફ્યુચર્સમાં થોડી તેજી છે. બીજી તરફ, શુક્રવારે અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં SGX નિફ્ટી 18827ના સ્તરે ખૂલ્યા બાદ 60 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, સિંગાપોર એક્સચેન્જ પર SGX ફ્યુચર્સ 26 જૂને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં 18876 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો BSE સેન્સેક્સ 260 પોઈન્ટ ઘટીને 62979 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 106 પોઈન્ટ ઘટીને 18666ની સપાટીએ બંધ રહ્યો હતો.

Next Story