ભારતીય શેરબજારમાં ધીમી શરૂઆત, સેન્સેક્સ 65,500ની સપાટીએ

New Update
શેરબજારમાં મંદી સાથે શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટ્યો

શુક્રવારે શેરબજાર સપાટ ખુલ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકો મામૂલી ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. BSE સેન્સેક્સ લગભગ 160 પોઈન્ટ ઘટીને 65,500ની સપાટીએ પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી પણ 50 પોઈન્ટ લપસીને 19,500 પર આવી ગયો છે. બેન્કિંગ, એફએમસીજી, મેટલ, ફાર્મા શેર બજારના ઘટાડામાં મોખરે છે, જ્યારે આઈટી અને રિયલ્ટી શેર્સમાં ખરીદી છે. પરિણામ બાદ એલઆઈસીના સ્ટોકમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે અને સ્ટોક 4 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

એચસીએલ ટેક્નોલોજીસ, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, હીરો મોટોકોર્પ અને એલટીઆઈમિન્ડટ્રી નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એનટીપીસી, સિપ્લા, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક અને બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ઘટ્યા હતા