છેલ્લા ચાર દિવસની મંદી બાજ આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ છે. ત્યારે જોવાનું એ છે કે બજાર ખુલ્યા પછી રિકવરી આવશે કે આજે પણ બજારમાં મંદીવાળાનું જોર યથાવત રહેશે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59744.98ની સામે 32.66 પોઈન્ટ વધીને 59777.64 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17554.3ની સામે 20.35 પોઈન્ટ વધીને 17574.65 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39995.9ની સામે 12.20 પોઈન્ટ ઘટીને 39983.7 પર ખુલ્યો હતો.
9-16 કલાકે સેન્સેક્સ 39.24 પોઈન્ટ અથવા 0.07% વધીને 59,784.22 પર અને નિફ્ટી 6.70 પોઈન્ટ અથવા 0.04% વધીને 17,561 પર હતો. લગભગ 1092 શેર વધ્યા છે, 708 શેર ઘટ્યા છે અને 110 શેર યથાવત છે.
ઓએનજીસી, એચસીએલ ટેક, યુપીએલ, બીપીસીએલ અને ટીસીએસ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટન કંપની સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.