New Update
/connect-gujarat/media/post_banners/bbc4ea3373119f7f67aed4cff0343ad095f322c028cabf37456c7cfa7e7bfaa0.webp)
ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ અત્યાર સુધી ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ બે સેશનમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ પાછલા સત્રમાં ફરીથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો અને આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારો નફો બુક કરતાં જોવા મળી રહ્યા છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61799.03ની સામે 264.79 પોઈન્ટ ઘટીને 61534.24 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18414.9ની સામે 95.80 પોઈન્ટ ઘટીને 18319.1 પર ખુલ્યો હતો.
અગાઉના સત્રમાં સેન્સેક્સ 879 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 61,799 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 245 પોઈન્ટ ઘટીને 18,415 પર પહોંચ્યો હતો.
Latest Stories