સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 500 પોઈન્ટ અપ, નિફ્ટી 17200 ને પાર

New Update
સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 500 પોઈન્ટ અપ, નિફ્ટી 17200 ને પાર

વૈશ્વિક બજારમાંથી મળતા સકારાત્મક સંકેતોની વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સતત ચાર દિવસના ઘટાડા બાદ તેજી સાથે શરૂઆત થઈ છે.

Advertisment

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57900.19ની સામે 368.35 પોઈન્ટ વધીને 58268.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17043.3ની સામે 123.15 પોઈન્ટ વધીને 17166.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39411.4ની સામે 366.50 પોઈન્ટ વધીને 39777.9 પર ખુલ્યો હતો.

09:16 કલાક પર, સેન્સેક્સ 565.24 પોઈન્ટ અથવા 0.98% વધીને 58,465.43 પર અને નિફ્ટી 164.70 પોઈન્ટ અથવા 0.97% વધીને 17,208 પર હતો. લગભગ 1450 શેર વધ્યા, 389 શેર ઘટ્યા અને 85 શેર યથાવત.

અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે ભારતી એરટેલ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને ઓએનજીસી સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.

Advertisment