/connect-gujarat/media/post_banners/f50191576351d7d4b336a4eb896ac28b93418a0f8958cd8b78ab87d095312cdb.webp)
સતત આઠ દિવસની મંદી બાદ ગઈકાલે બજારમાં તેજી આવી હતી જોકે આ એક દિવસની તેજી આજે ધોવાતી દેખાઈ રહી છે. વૈશ્વિકબજારમાંથી મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં લાલ નિશાનમાં શરૂઆત થઈ છે. આજે ભારતીય બજારમાં સાપ્તાહિક એક્સપાયરી છે જેની અસર પણ બજારમાં જોવા મળી શકે છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59411.08ની સામે 123.90 પોઈન્ટ ઘટીને 59287.18 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17894.85ની સામે 29.40 પોઈન્ટ ઘટીને 17421.5 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40698.15ની સામે 93.60 પોઈન્ટ ઘટીને 40604.55 પર ખુલ્યો હતો.
09:16 કલાકે સેન્સેક્સ 12.44 પોઈન્ટ્સ અથવા 0.02% ઘટીને 59,398.64 પર હતો અને નિફ્ટી 14.60 પોઈન્ટ્સ અથવા 0.08% ઘટીને 17,436.30 પર હતો. લગભગ 1154 શેર્સ આગળ વધ્યા છે, 696 શેર્સમાં કોઈ ફેરફાર ન હતો.
બજાજ ફિનસર્વ, એલએન્ડટી, હીરો મોટોકોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટી પર સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ, ટીસીએસ, ઇન્ફોસીસ, મારુતિ સુઝુકી અને પાવર ગ્રીડ કોર્પોરેશન સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.