Stock Market : આજે નજીવા વધારા સાથે વેપારની શરૂઆત, નિફ્ટી 17100 ની નીચે ખૂલ્યો, સેન્સેક્સ 40 પોઈન્ટ વધ્યો; બેંક નિફ્ટી 39600 ની નીચે

ગુરુવારે માર્કેટ મર્યાદિત રેન્જમાં શરૂ થયું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઇન્ટનો વધારો..
New Update

સ્થાનિક સૂચકાંકો શુક્રવારના સત્રમાં ફ્લેટ નોટ પર ખુલ્યા. NSE નિફ્ટી 50 17.20 પોઈન્ટ્સ અથવા 0.10 વધીને 17,094.10 પર અને BSE સેન્સેક્સ 129.66 પોઈન્ટ્સ અથવા 0.22% વધીને 58,054.94 પર પહોંચ્યો હતો. બેન્ક નિફ્ટી 15.00 પોઈન્ટ્સ અથવા 0.04% ઘટીને 39,601.90 પર આવી. નિફ્ટી 50 પર ટોચના ગેનર્સમાં HCL ટેક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો હતા જ્યારે ખોટમાં HDFC લાઇફ, SBI લાઇફ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને બજાજ ફિનસર્વ હતા.

આજના કારોબારની શરૂઆત પહેલા જ સ્થાનિક શેરબજારો દબાણ હેઠળ હતા. સિંગાપોરમાં, NSE નિફ્ટીનો ફ્યુચર્સ SGX નિફ્ટી સવારે લગભગ 28 પોઈન્ટ અથવા 0.17 ટકા ડાઉન હતો. આજે સ્થાનિક શેરબજારની નબળી શરૂઆતનો આ સંકેત હતો. તે જ સમયે, માર્કેટમાં ઉથલપાથલનું બેરોમીટર ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટ્યું હતું. પ્રો-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ખોટમાં હતા. સેશનની શરૂઆત પહેલા સેન્સેક્સમાં લગભગ 35 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ સ્થિર હતો.

બંને મુખ્ય સૂચકાંકોએ આજે નજીવા વધારા સાથે વેપારની શરૂઆત કરી હતી, પરંતુ સવારથી બજાર અસ્થિર દેખાઈ રહ્યું છે. સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ નજીવા વધારા સાથે 58,000 પોઈન્ટના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો હતો. જોકે, થોડા જ સમયમાં તે ફરી નીચે આવી ગયો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ ક્યારેક ગ્રીન અને ક્યારેક રેડ ઝોનમાં જઈ રહી છે. જે દર્શાવે છે કે આજે બજારમાં ઉથલપાથલનો માહોલ જોવા મળી શકે છે.

#India #ConnectGujarat #Stock Market #Sensex gains #Nifty opens
Here are a few more articles:
Read the Next Article