વૈશ્વિક બજારમાંથી સારા સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59808.97ની સામે 198.07 પોઈન્ટ વધીને 60007.04 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17594.35ની સામે 86 પોઈન્ટ વધીને 17680.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 41251.35ની સામે 167.05 પોઈન્ટ વધીને 41418.4 પર ખુલ્યો હતો.
09:16 પર, સેન્સેક્સ 393.51 પોઈન્ટ અથવા 0.66% વધીને 60,202.48 પર અને નિફ્ટી 110.90 પોઈન્ટ અથવા 0.63% વધીને 17,705.20 પર હતો. લગભગ 1570 શેર વધ્યા છે, 596 શેર ઘટ્યા છે અને 140 શેર યથાવત છે.
નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ અને ટાટા મોટર્સ સૌથી વધુ વધનારા સ્ટોક હતા, જ્યારે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા.
વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 387.4 પોઈન્ટ અથવા 1.17 ટકા વધીને 33,390.97 પર, S&P 500 64.29 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 4,045.64 પર અને Nasdaq Composite 226,19.19 પોઈન્ટ અથવા 1.91 ટકા વધીને 33,390.97 પર પહોંચી ગયો.