સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી , સેન્સેક્સ 120 પોઈન્ટ અપ, નિફ્ટી 18650 ને પાર

New Update
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે રોકાણકારોને મળી રાહત, સેન્સેક્સ 200 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો વધારો

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ગુરુવારે ઉછાળા સાથે બંધ થયેલા બજારોની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62570.68ની સામે 120.18 પોઈન્ટ વધીને 62690.86 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18609.35ની સામે 53.05 પોઈન્ટ વધીને 18662.4 પર ખુલ્યો હતો.

આજે બજારમાં લગભગ દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર માત્ર આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. બેંક, નાણાકીય સૂચકાંક લીલા નિશાનમાં છે. ઓટો, મેટલ અને ફાર્મા શેરોમાં પણ ખરીદારી છે.

હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેઇનર્સમાં TATASTEEL, HUL, DRREDDY, M&M, INDUSINDBK, NTPC, LT, SBIનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં HCL, Tech મહિન્દ્રા, ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.

Latest Stories