વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 100 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17800 નીચે ખૂલ્યો

New Update
શુક્રવારે બજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 185 અને નિફ્ટી 50 પોઈન્ટ ડાઉન.

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. બુધવારે પણ યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય શેરબજારમાં આજે એટલે કે 13મી એપ્રિલે નબળી શરૂઆત થઈ છે.

Advertisment

સેન્સેક્સ 94.11 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 60,298.66 પર અને નિફ્ટી 22.90 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 17,789.50 પર હતો. લગભગ 1223 શેર વધ્યા, 673 શેર ઘટ્યા અને 88 શેર યથાવત છે.

ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે એમએન્ડએમ, ઓએનજીસી, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ અને એચડીએફસી લાઈફ સૌથી વધુ વધનારા સ્ટોક હતા.

Advertisment