/connect-gujarat/media/post_banners/ac628b20e4bc45080c5b307af2aac7f81628fb904dd3886babb6160420a715a1.webp)
ટાટા ગ્રુપની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (TCS) એ શેર બાયબેકની તારીખ જાહેર કરી છે. મંગળવારે, કંપનીએ જણાવ્યું હતું કે 17,000 કરોડના શેર બાયબેક 1 ડિસેમ્બરે ઓપન થશે અને તે 7 ડિસેમ્બરે બંધ થશે. આઇટી કંપની 4.09 કરોડ રૂપિયા સુધીની ઇક્વિટી 4,150 રૂપિયા પ્રતિ શેરના ભાવે પાછી લેશે જેનું કુલ મૂલ્ય 17,000 કરોડ રૂપિયા છે. ટાટા કંપનીના સપ્ટેમ્બરના પરિણામો આવ્યા બાદ 11 ઓક્ટોબરે બાયબેકનો ખુલાસો થયો હતો.
એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ કહ્યું કે શેર બાયબેકથી કંપનીને બિઝનેસમાં કોઈ નફો કે કમાણી નહીં થાય, પરંતુ રોકાણની માત્રામાં ઘટાડો થશે. કંપનીએ કહ્યું કે જો કંપની ઈચ્છતી હોત તો આ રકમ બીજે ક્યાંક રોકાણ કરીને પૈસા કમાઈ શકતી હતી. કંપની માને છે કે ટ્રાન્ઝેક્શન, ટેક્સ અને અન્ય ખર્ચ સહિત શેર બાયબેકનો કુલ ખર્ચ 17,000 કરોડથી વધુ નહીં થાય.
રોકાણકારો કેટલી કમાણી કરશે?
મંગળવારે TCSનો શેર NSE પર 0.47 ટકાના વધારા સાથે 3,473.30 પર બંધ થયો હતો, જ્યારે TCS 4,150ના ભાવે શેર બાયબેક કરી રહ્યું છે. આવી સ્થિતિમાં કંપની વર્તમાન કિંમત કરતાં 19.5 ટકા વધુ પ્રીમિયમ પર રોકાણકારો પાસેથી તેના શેર ખરીદશે. આનો અર્થ એ છે કે રોકાણકારો દરેક શેર પર 19.5 ટકા વધુ કમાણી કરશે. કંપનીએ શેર ખરીદવાની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર નક્કી કરી છે.