શેર બજારમાં વર્ષના છેલ્લા સપ્તાહમાં શાનદાર તેજી જોવા મળી, સેન્સેકસનો 300 પોઈન્ટનો ઉછાળો

New Update
શેર બજારમાં વર્ષના છેલ્લા સપ્તાહમાં શાનદાર તેજી જોવા મળી,  સેન્સેકસનો 300 પોઈન્ટનો ઉછાળો

શેર બજારમાં વર્ષના છેલ્લા સપ્તાહમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટીનો વાયદો 45 પોઈન્ટ ઉછળીને 21,540 પાર પહોંચ્યો, આ સંકેત છે આજે શેર બજારમાં મજબૂત કારોબાર જોવા મળી શકે છે. તે સાથે પ્રિ-ઓપન સેશનમાં પણ સેન્સેક્સ 150 અંકના વધારા સાથે 71,500 પર પહોંચી ગયો છે.સવારે 9 કલાક અને 20 મિનિટ આસપાસ 275 પોઈન્ટ વધી 71,615 પર સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે. 

ભારતીય શેર બજાર પર અમેરિકી શેર બજાર અને એશિયાઈ માર્કેટની તેજીની અસર પણ જોવા મળી રહી છે. અલ્ટ્રાટ્રેક સિમેન્ટના શેરોમાં સારી એવી મજબૂતી જોવા મળી છે તે ઉપરાંત ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ જેવા શેર ઉપર ચડયા છે. બીજી તરફ એનટીપીસી, એશિયન પેઈન્ટ, એચડીએફસી બેન્ક અને સન ફાર્માના શેર નજીવી નુકસાની સાથે કારોબાર કરી રહ્યા છે.


Latest Stories