આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ સહિત જિલ્લાના પ્રવાસે છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે સવારના 10 વાગ્યે સુરેન્દ્રનગરના પાટડીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી 134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.
રૂ. 3.64 કરોડના ખર્ચે નિર્મિત સુરજમલજી હાઈસ્કૂલનું CM ઉદ્ઘાટન કરશે. 4 સબ સ્ટેશન સહિત રાજ્યના 13 સબ સ્ટેશનનું CM લોકાર્પણ કરશે. અમદાવાદમાં વિરમગામ પંચાયત ભવનનું CM લોકાર્પણ કરશે. તો સાથે વિરમગામમાં અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે CM બેઠક પણ કરશે. ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિકાસ કાર્યોનું પણ CM લોકાર્પણ કરશે. રૂ. 881 કરોડના ખર્ચે નવનર્મિત ડીસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. તો બીજી બાજુ અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના હસ્તે MSME એકમોના સહાય ચેકનું વિતરણ પણ કરાશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170