કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડા સામે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8-0થી જીતી લીધી હતી. ભારત તરફથી હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા. જ્યારે અમિત, લલિત ઉપાધ્યાય, ગુરજત અને મનદીપે એક-એક ગોલ કર્યા હતા. જ્યારે આકાશદીપે બે ગોલ કર્યા હતા.

મનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કેનેડા પર પ્રેશર જાળવી રાખ્યું હતું. ભારતે સતત સારું પ્રદર્શન કર્યું. ટીમ માટે વાઇસ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ કર્યા હતા. જ્યારે આકાશદીપ સિંહે પણ બે ગોલ કર્યા હતા. આ સિવાય લલિત ઉપાધ્યાયે શાનદાર પ્રદર્શન કરતા ગોલ કર્યો હતો. જ્યારે અમિત રોહિદાસે એક ગોલ કર્યો હતો.