/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/31213859/14.jpg)
રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મોત થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,34,309 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 15,56,285 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,05,90,594 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.