Connect Gujarat
Featured

રાજ્યમાં કોરોના કહેર યથાવત; છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 1961 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના કહેર યથાવત; છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 1961 કેસ નોંધાયા
X

રાજ્યમાં કોરોના વાયરસે ફીર માથું ઉંચક્યું છે. સતત ચોથા દિવસે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164, રાજકોટ કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27, જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24, ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 38,64,161 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને6,21,158 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,720 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,78,796 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

Next Story