ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા 1.42 લાખ કેસ નોંધાયા છે, દેશમાં આજે 285 દર્દીઓમાં સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.ઓમિક્રોનના કુલ કેસ 3071 થઈ ગયા છે.

• એક્ટિવ કેસઃ 472169

• કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740

• કુલ મૃત્યુઆંકઃ4,83,463

• કુલ રસીકરણઃ 150,61,92,903