ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નવાગામ કરારવેલ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી મોબાઈલની ટોર્ચના અજવાળે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન પત્તા વડે જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓની અંગઝડતી દરમિયાન રૂ. 10 હજાર રોકડા અને બે મોબાઈલ ફોન કિંમત રૂ. 10 હજાર કબજે કર્યા હતા. જ્યારે જુગારના દાવ પરથી રૂ. 4,020 રોકડા અને પત્તા-પાના નંગ 52 મળી આવ્યા હતા.આમ, પોલીસે કુલ રૂ. 24,020નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા પાંચેય ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને પત્તા સહિત કુલ રૂ. 24,020નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ:-
પંકજભાઈ નરસિંહભાઈ પટેલ (ઉં.વ. 42)
ઈકબાલ કાસમ ચૌહાણ (ઉં.વ. 49)
ઈકબાલ યુસુફ માયત (ઉં.વ. 56)
રમેશભાઈ સોમાભાઈ વસાવા (ઉં.વ. 34)
ઈમ્તિયાઝ ઈલ્યાસ ગોરી (ઉં.વ. 39)
