ડાંગ : કોરોના કાળ વચ્ચે જનસેવા ગ્રુપના હાથ થશે વધુ મજબૂત, બારડોલીના દિવાલીબેન ટ્રસ્ટ દ્વારા સાધન-સામગ્રી અર્પણ કરાઇ

New Update
ડાંગ : કોરોના કાળ વચ્ચે જનસેવા ગ્રુપના હાથ થશે વધુ મજબૂત, બારડોલીના દિવાલીબેન ટ્રસ્ટ દ્વારા સાધન-સામગ્રી અર્પણ કરાઇ

કોરોનાના કપરા કાળમાં જરૂરિયાતમંદો સહિત કોરોનાના દર્દીઓ, તેમના પરિવારજનો વિગેરેની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા આહવાના જનસેવા ગ્રુપના સ્વયં સેવકોના હાથ મજબૂત કરતા બારડોલીના દિવાલીબેન ટ્રસ્ટ દ્વારા જરૂરી સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી છે.

કોરોનાના કારણે જીવ ગુમાવનારા કમનસીબ દર્દીઓની અંત્યેષ્ઠી સહિતની કામગીરી કરતા જનસેવા ગ્રુપના સ્વયં સેવકોની સલામતી પણ સમાજ માટે એટલી જ જરૂરી છે. જે ધ્યાને લેતા બારડોલીના દિવાલીબેન ટ્રસ્ટ દ્વારા કેટલીક સાધન સામગ્રી એનાયત કરાઈ હતી.

publive-image

દિવાલીબેન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડો. મુકેશ ભગતના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના કો-ઓર્ડીનેટર રાજેશ પટેલ દ્વારા જિલ્લા સેવા સદન સંકુલમાં આ સાધન સામગ્રી જનસેવા ગ્રુપના સ્વયં સેવકોને અર્પણ કરાઈ હતી. જેમાં ઓક્સિજન કંસન્ટ્રેટર મશીન સહિત ઓક્સીમીટર, મેડિકલ કીટ, હેન્ડ ગ્લોઝ, ફેસ માસ્ક, સેનેટાઇઝર, સર્જીકલ કેપ, ગારબેજ બેગ, પીપીઈ કીટ, ડેડબોડી માટે પોલીથીન બેગ, ગ્લુકોઝ પાવડર સહિતની ચીજવસ્તુઓ આપવામા આવી છે, ત્યારે સેવાકર્મીઓના હાથ વધુ મજબૂત કરતા દિવાળીબેન ટ્રસ્ટના આ સહયોગને જનસેવા ગ્રુપે સાદર સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories