ડાંગ જિલ્લાની વઘઇ પોલીસની ટીમે બે પિસ્તોલ અને 46 કાર્ટીસ સાથે બસમાં મુસાફરી કરનાર યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે વઘઇની આર.ટી.ઓ.ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવવામાં હતી. પોલીસની ટીમે બાતમીના આધારે નાસિક તરફથી આવેલ બસને ઉભી રાખી મુસાફરોના સામાનની તપાસ કરી રહ્યા હતા તે દરમ્યાન પાછળની સીટ પર થેલા સાથે બેઠેલ યુવાન પર શંકા ગઈ હતી.પોલીસની ટીમે પંચો સમક્ષ આ યુવાનનાં થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ,46 કાર્ટીઝ અને ચપ્પુ સહીતનો ગેરકાયદેસર વિસ્ફોટ સામાન મળી આવતા તુરંત જ આ યુવાનની અટકાયત કરી હતી.પોલીસે હથિયારો સાથે ઝડપી પાડેલ યુવાનની પૂછપરછ કરતા તેનું નામ સમીર શેખ અને તે વડોદરાનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ.આરોપી હથિયારો ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો એ દિશામાં તપાસ શરૂ કરી છે