તાજેતરમાં વિજ્ઞાન અનુસાર જોડી કોમરને વિશ્વની સૌથી સુંદર મહિલાના ચહેરા તરીકે પસંદ કરવામાં આવી છે. આ યાદીમાં દસ મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય મહિલા છે. જેમનું નામ વિશ્વની દસ સુંદર મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કોનું નામ સામેલ છે અને દીપિકા કયા નંબર પર છે.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ યાદી એક વૈજ્ઞાનિક દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમણે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી ચહેરાના સૌંદર્ય ગુણોત્તરને માપવા માટે પ્રાચીન ગ્રીક તકનીકોનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ મેપિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો હતો. જેમાં જોડીના ચહેરાને રેશિયો મુજબ 98.7 ટકાનો સ્કોર મળ્યો છે.
યુકે સ્થિત પ્લાસ્ટિક સર્જન, ડૉક્ટર જુલિયન ડી સિલ્વાએ અભ્યાસ અનુસાર વિશ્વની સૌથી સુંદર મહિલા ચહેરા માટે જોડી કોમરને પસંદ કરી છે. તેમાં અભિનેત્રી ઝેંદાયા, મોડેલ બેલા હદીદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બેયોન્સ અને કિમ કાર્દાશિયને પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી લીધી છે. દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે વિશ્વની 10 સૌથી સુંદર મહિલાઓની યાદીમાં નવમા સ્થાને હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170