અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં સફળતા મળી છે. પ્રોહિબિશન સહિતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ દેવેન્દ્રસિંગ ઉર્ફે દેવસા ગોવર્ધનસિંગ રાવત (ઉંમર ૨૪ વર્ષ) તરીકે થઈ છે. તે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ તાલુકાના ગંગાજી કા ખેડા, કુંડાલ કિ ગવાર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
