/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/27140536/maxresdefault-107-290.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ખંભાળીયા શહેરના સલાયા ચાર રસ્તા નજીકથી પોલીસે 3 વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. 3 વેપારીઓની કારમાંથી 24 મણ ચોખા અને 28 મણ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે ખંભાળીયા માર્કેટિંગ યાર્ડમાં વેપારી પાસેથી સરકારી અનાજનું ખરીદ-વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાનોમાં પણ 177 મણ ચોખા અને 181 મણ ઘઉંના જથ્થાને સીલ મારવામાં આવ્યું છે. હાલ તો ખંભાળીયા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી CRPC કલમ 102 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.