દેવભુમિ દ્વારકા : ઓકિસજનની અછત નિવારવા તંત્રની નવી પહેલ, 24 કલાક મળશે ઓકિસજન

New Update
દેવભુમિ દ્વારકા : ઓકિસજનની અછત નિવારવા તંત્રની નવી પહેલ, 24 કલાક મળશે ઓકિસજન

કોરોનાની બીજી ઘાતક લહેરમાં મોટાભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર પડી રહી છે ત્યારે ઠેર ઠેર ઓકિસજનની અછત સર્જાય રહી છે. દેવભુમિ દ્વારકામાં ઓકિસજનની અછત નિવારવા બે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.....


કોરોનાની લહેર અને ઓકિસજનની અછતમાંથી દેવભુમિ દ્વારકા જિલ્લો પણ બાકાત રહયો નથી. દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી દર્દીઓના સ્વજનો ઓકિસજનના સિલિન્ડરો માટે રઝળપાણ કરી રહયાં છે. જિલ્લામાં ઓકિસજનની અછત હોવાના મેસેજ વાયરલ થતાં વહીવટીતંત્ર એકશનમાં આવ્યું છે. જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી પ્રાંત અધિકારી અને ડીવાયએસપીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરી બે ટીમ બનાવી છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સતત ઓકિસજન મળી રહે તે માટે હવે નોડલ અધિકારીઓ કાર્યરત રહેશે. ખંભાળિયા ખાતે આવેલ કોવીડ હોસ્પીટલમાં 150 ઓક્સીજન સીલીન્ડરની જરૂરિયાત છે. જયારે અન્ય સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ત્રણ સેવાભાવી વ્યકતિઓએ જામનગર જીલ્લાના પડાણા ગામે આવેલ આશાપુરા ઓક્સિજન પ્લાન્ટને ખરીદી લીધો છે. આ પ્લાન્ટ ખાતે 24 કલાક માં 550 થી 600 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટમાંથી જામનગર, પોરબંદર,જુનાગઢ જીલ્લામાંથી આવતા લોકોને પણ ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમા ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Read the Next Article

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી

New Update
yellq

છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની ચેતવણી આપી છે.

સામાન્ય રીતે રેતાળ જમીન અને ગરમી માટે જાણીતા રાજસ્થાનમાં આ વર્ષે ચોમાસામાં અસાધારણ ગતિવિધિ જોવા મળી રહી છે. 1 જૂનથી 3 જુલાઈ દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં 175% વધુ વરસાદ નોંધાયો છે, જે 66.3 મીમીની સામે 155.8 મીમી છે.

હવામાન વિભાગે 10 જુલાઈ  સુધી પૂર્વ રાજસ્થાનના જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાવાની શક્યતા છે. બારન, ભીલવાડા, ધોલપુર, જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં અનેક ગણું વધુ રહ્યું છે. બારનમાં 448.8 મીમી, ભીલવાડામાં 361.6 મીમી અને ધોળપુરમાં 293.8 મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ રાજસ્થાન જિલ્લાઓ જયપુર, કોટા, ભરતપુર, અજમેર અને ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓ, બંધો અને રસ્તાઓ પર અસર પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરનું જોખમ વધ્યું છે, ખાસ કરીને ધોળપુરમાં.પશ્ચિમ રાજસ્થાનના જોધપુર અને બિકાનેર જિલ્લામાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જોકે અહીં વરસાદની તીવ્રતા પૂર્વ રાજસ્થાન કરતા ઓછી છે, પરંતુ જાલોર અને પાલી જેવા જિલ્લાઓમાં પહેલાથી જ ભારે વરસાદ પડી ચૂક્યો છે.