બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેના ભક્તોના કષ્ટને હર્તા શ્રી કષ્ટભંજન દેવને એકાદશીના પાવન અવસરે પવિત્રતાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જે સુંદર શણગારના દર્શન થકી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
બોટાદ તાલુકાના સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને આજે એકાદશી નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં પવિત્રાનો શણગાર શ્રાવણ માસમાં દાદાને કરાય છે. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો હતો.જેના દર્શનનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
