રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ધ્રૂજી હતી. આંચકાને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં આજે સવારે મણિપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. મણિપુર સુધી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાના અનુભવથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અનુક્રમે 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
જયપુરમાં સવારે 4.25 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકા અનુભવાયો હતો, , જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આની જાણ કરી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી.