Connect Gujarat
ધર્મ દર્શન 

એક એવું ગામ જ્યાં આવેલું છે શ્વાનનું અનોખુ મંદિર, ભક્તોની પૂરી કરે છે દરેક મનોકામના

જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપણને હેરાન કરશે

એક એવું ગામ જ્યાં આવેલું છે શ્વાનનું અનોખુ મંદિર, ભક્તોની પૂરી કરે છે દરેક મનોકામના
X

ભારત વિવિધ ધર્મોના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે લોકપ્રિય છે અને દુનિયાના સૌથી ધાર્મિક દેશોમાં તેની ગણતરી થાય છે. અહીંના મંદિરો, ગુરુદ્વારો, ચર્ચ અને મસ્જિદ જેવા પૂજા સ્થળ વિશ્વસ્તરીય પર્યટકોને આકર્ષિત કરે છે. જ્યારે મંદિરોની વાત આવે છે, તો વિશ્વાસના આધાર પર અમુક અનોખા મંદિરો પણ બનાવવામાં આવે છે. આ અનોખા મંદિરો અજીબોગરીબ કહાનીઓ સાથે જોડાયેલ હોય છે. જેના વિશે ઘણા લોકો જાણતા નથી હોતા. આવું જ એક અનોખું મંદિર કર્ણાટકના રામનગર જિલ્લાના ચન્નાપટનાના અગ્રહારા વલાગેરેહલ્લી ગામમાંથી શ્વાનનું મંદિર બનાવવામાં આવ્યું છે.

· શ્વાનને વીરમસ્તિ કેમ્પમ્માના આરાધ્ય માનવામાં આવે છે. અગ્રહારા વલાગેરેહલ્લી ગામના મૂળ નિવાસીઓનું માનવું છે કે, જો લોકો અહીં શ્વાનની મૂર્તિની પૂજા કરે અને પોતાના કામને પુરુ કરતી વખતે નિશ્ચિત સમયે તેનું ધ્યાન રાખે તો તેમની સમસ્યાઓ ખતમ થઈ જાય છે. જો કોઈના ઘરમાં ચોરી થઈ જાય અને તે આ મંદિરમાં શ્વાનની પૂજા કરે છે, તો એવું માનવામાં આવે છે કે, આ જાનવર ચોરોને સજા આપવાનું કામ પોતાના ઉપર લઈ લે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખતા દર ગુરુવાર અને રવિવારે શ્વાનની ખાસ પૂજા થાય છે. પૂજા સમારંભમાં દેવી વીરમસ્તિ કેમ્પમ્માની પૂજા બાદ થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપણને હેરાન કરશે. શ્વાનને વિશેષ સન્માન આપવામાં આવે છે અને તેમને વધેલા ભોજન ખવડાવવાની મનાઈ છે.

એવું માનવામાં આવે છે કે, આ અમાનવીય કૃત્ય કરવા બદલ લોકોને સુતી વખતે ખરાબ સપના અપાવે છે. જો કોઈ શ્વાનની દેખરેખ નથી કરતું તો તેમને બસ આ મંદિરમાં લાવવાનું રહેશે અને અન્ય લોકો જાનવરની પૂજા કરી શકશે. આ મંદિરમાં દર વર્ષે દુનિયાભરમાંથી સારી એવી સંખ્યામાં લોકો આવે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, રમેશ નામના એક વેપારીએ 2010માં આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. ગ્રામિણોના જણાવ્યા અનુસાર, ગામમાંથી બે શ્વાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. થોડા દિવસ બાદ દેવી વીરમસ્તિ કેમ્પમ્મા કોઈને સપનામાં આવી અને તેમણે ખોવાયેલા શ્વાનના મંદિર બનાવવા માટે કહ્યું. તેણે સપનાના આધાર પર એક શ્વાનનું મંદિર બનાવ્યું ત્યારથી અહીં બંને ખોવાયેલ શ્વાનની પૂજા કરવા લાગ્યા છે.

Next Story