અયોધ્યા ધામ તરીકે હવે ઓળખાશે અયોધ્યા રેલવે સ્ટેશન

અયોધ્યા ધામ તરીકે હવે ઓળખાશે અયોધ્યા રેલવે સ્ટેશન
New Update

અયોધ્યા રામમંદિરનાં ઉદ્ઘાટન પહેલાં અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે અયોધ્યા ધામનાં નામે ઓળખાશે. રેલ્વે સ્ટેશનનું નામ બદલવાનાં આદેશો આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યાં છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 દિવસ પહેલાં નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘોષણાથી રામ ભક્તો ઘણાં ખુશ જોવા મળી રહ્યાં છે.

અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશન હવે 'અયોધ્યા ધામ'થી ઓળખાશે.અયોધ્યા રેલ્વે સ્ટેશનને ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે. અહીંથી રામ મંદિર આશરે 1 કિમી દૂર છે. આ સ્ટેશન આશરે 50000 યાત્રિકોની ક્ષમતા ધરાવે છે. 30 ડિસેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે.

#India #ConnectGujarat #Ayodhya Dham #Ayodhya Railway Station
Here are a few more articles:
Read the Next Article