ઝાલાવાડની આ બેઠક પર જામશે ચોપાંખીયો જંગ, કોણ મારશે બાજી તેના પર સૌની નજર

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણને ટીકીટ ફાળવાતા ચૂંટણી જંગ જામશે

New Update
ઝાલાવાડની આ બેઠક પર જામશે ચોપાંખીયો જંગ, કોણ મારશે બાજી તેના પર સૌની નજર

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણને ટીકીટ ફાળવાતા ચૂંટણી જંગ જામશે. લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ ગાંડાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડતા ચોપાંખીયા જંગ વચ્ચે કોણ બાજી મારશે તેના પર સૌની નજર

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા બેઠક-63 પર ભાજપ દ્વારા શામજીભાઈ ચૌહાણની ટીકીટ આપવામા આવતાં ચુંટણી જંગ જામશે. ત્યારે ચોટીલા વિધાનસભા બેઠક પર કુલ મતદારો 2.61 લાખ છે. જેમાં મુખ્યત્વે ક્ષત્રિય, ઠાકોર, તળપદા કોળી, માલધારી સમાજ મુખ્યત્વે છે

ભાજપમાંથી શામજીભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી ચાલુ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે. શામજીભાઈ ચૌહાણ 2012થી 2017 સુધી ચોટીલાના ભાજપના ધારાસભ્ય હતા. અને સંસદીય સચિવ પણ રહ્યા હતા.. તેની સામે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર રાજુભાઈ કરપડા એક જમીની લેવલનો શિક્ષિત ચહેરો છે. તેઓએ ખેડૂતોના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહી આંદોલન અને ભ્રષ્ટાચાર સામે લડત આપી હતી. અને ખેડૂતોને ન્યાય અપાવવા સફળ રહ્યાં હતા. ત્યારે ત્રણેય ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ ખેલાશે. જેમાં હાલના ધારાસભ્ય ઋત્વિક મકવાણા સ્થાનિક છે. જ્યારે રાજુભાઈ કરપડા પણ સ્થાનિક છે, જેમની સામે ભાજપના શામજીભાઈ ચૌહાણ સ્થાનિક નથી

તેઓ રાજકોટથી છે, એટલે મુખ્ય કારણ સ્થાનિકનો મુદો મુખ્ય બની રહેશે તેમ જણાય રહ્યું છે. ધારાસભ્ય ઋત્વિક મકવાણા શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને પોતે પણ શિક્ષક છે. ત્યારે ચોટીલા વિધાનસભા બેઠકના ચોટીલા થાનગઢ મૂળી તાલુકાનાં મતદારો કોને જીતાડશે તે જોવાનું રહ્યું. જ્યારે લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઇ ગાંડાભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ ઉપાડતા ચોપાંખીયા જંગ વચ્ચે કોણ બાજી મારશે એના પર સૌની નજર મંડાયેલી છે.

Latest Stories