Connect Gujarat
ધર્મ દર્શન 

કોવેકસિન મેન્યુફેક્ચરિંગ કંપની ભારત બયોટેકે કહ્યું, અમારી વેકસીન સંપૂર્ણ સુરક્ષિત

કોવેકસિન મેન્યુફેક્ચરિંગ કંપની ભારત બયોટેકે કહ્યું, અમારી વેકસીન સંપૂર્ણ સુરક્ષિત
X

કોરોના વેક્સિન કોવિશિલ્ડ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે કોવેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની ભારત બાયોટેકએ કહ્યું છે કે અમારી વેક્સિન સુરક્ષિત છે. તેને બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા હતી અને બીજી પ્રાથમિકતા રસીની ગુણવત્તા હતી. ભારત બાયોટેકે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં આ વાત કહી છે.

કંપનીએ કહ્યું કે ભારત સરકારના કોવિડ-19 રસી કાર્યક્રમમાં કોવેક્સિન એકમાત્ર રસી હતી, જેની ટ્રાયલ ભારતમાં કરવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર લાયસન્સ મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે, 27 હજાર લોકો પર કોવેક્સિનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને ક્લિનિકલ ટ્રાયલ મોડ હેઠળ મર્યાદિત ઉપયોગ માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું, જ્યાં તેનું હજારો લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.હકીકતમાં, કોવિશિલ્ડને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં તેનો ઉપયોગ થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. સ્ટ્રોક અને હાર્ટ બીટ ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

Next Story