/connect-gujarat/media/post_banners/277229702aedf53038d5179e0f9903cf5ef19b5d0b804efa010c979847f68b67.webp)
સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આયોજીત ‘‘ટીચર પ્રીમીયર લીગ-૨૦૨૪’’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌપ્રથમવાર મહિલા શિક્ષકોની ટીમનો સમાવેશ કરવામાં આવેલ છે. આજરોજ સાર્વજનીક હાઉસ્કુલ સાયલાના ગ્રાઉન્ડ ખાતે મહિલા શિક્ષકોની દુર્ગા ઇલેવન તથા લક્ષ્મી ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ યોજાયેલ.
/connect-gujarat/media/post_attachments/a0eedec2a5fabbf080c28715c43fe41dd280e0db387ede75e0a169e23f6508b2.webp)
બંને મહિલા ટીમના દરેક ખેલાડીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યા હતા. પ્રથમ દાવ લઇ લક્ષ્મી ઇલેવન દ્વારા ૬ ઓવરના અંતે ૪૨ રન કરવામાં આવેલ. દુર્ગા ઇલેવનના કેપ્ટન રેખાબેન પરમારે ઓપનીગમાં આવી ધમાકેદાર બેટીંગ કરી, ચોકકા-છકકાની આતશબાજી કરી ફકત બે જ ઓવરમાં ૪૨ રનનો લક્ષ્યાંક પાર કરી ૪૪ રન બનાવી દુર્ગા ઇલેવનને વિજેતા બનાવી ટ્રોફી પોતાની ટીમના નામે કરેલ. ગ્રાઉન્ડમાં હાજર અધિકારી, શિક્ષકો તથા ક્રિકેટ રસીકો દ્વારા વિજેતા ટીમને અભિનંદન પાઠવેલ.
દુર્ગા ઇલેવનના ખેલાડીના નામ:-
(૧) પરમાર રેખાબેન (કેપ્ટન)
(ર) ડોરીયા જયોતિબેન (વા.કેપ્ટન)
(૩) અધારા મનાલીબેન (વિકેટ કીપર)
(૪) સિંધવ સ્મિતાબેન
(૫) રાઠોડ હિરલબેન (૬) રાઠોડ ધારાબેન
(૭) ડોરીયા વર્ષાબેન (૮) વ્યાસ આનલબેન
(૯) પરમાર ચંન્દ્રીકાબેન
(૧૦) પારધી હર્ષિદાબેન
(૧૧) હેદપરા પ્રિતીબેન