T20Iમાં ફાસ્ટેસ્ટ સેન્યુરી:11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 33 બોલમાં નામીબિયાના ઇટને સદી પૂરી કરી

New Update
T20Iમાં ફાસ્ટેસ્ટ સેન્યુરી:11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 33 બોલમાં નામીબિયાના ઇટને સદી પૂરી કરી

નામીબિયાનો બેટર જેન નિકોલ લોફ્ટી-ઇટને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ત્રિકોણીય સિરીઝની પ્રથમ મેચમાં સોમવારે નેપાળ સામે માત્ર 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

તેણે 36 બોલમાં 101 રન બનાવ્યા હતા. ઇટનની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 280.55ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.22 વર્ષીય ઇટને નેપાળના બેટર કુશલ મલ્લાનો 153 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જે તેણે 27 સપ્ટેમ્બર 2023ના રોજ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ-2022 દરમિયાન મંગોલિયા સામે બનાવ્યો હતો. કુશલે 34 બોલમાં સદી ફટકારી હતી.

Latest Stories