ગુજરાત ટાઈટન્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટ હરાવ્યું, મોહિત શર્માએ 25 રનમાં 3 વિકેટ ઝડપી

New Update
ગુજરાત ટાઈટન્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટ હરાવ્યું, મોહિત શર્માએ 25 રનમાં 3 વિકેટ ઝડપી

આઇપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને  વચ્ચે ટક્કર થઇ હતી.. હૈદરાબાદે જીત માટે ગુજરાત ટાઇટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.. ગુજરાત ટાઇટન્સે આસાથી આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.. અને મેચમાં જીત મેળવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 20 બોલમાં 29 રન ફટકાર્યા હતા., તો અબ્દુલ શમદે પણ 14 બોલમાં 29 રન ફટકાર્યા હતા.. સમગ્ર ટીમમાંથી કોઇ 30થી વધુ રન નોંધાવી શક્યું ન હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ 4 ઓવરમાં માત્ર 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી.ગુજરાત ટાઇટન્સ તરફથી સાંઇ સુદર્શને 36 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તો ડેવિડ મિલરે 27 બોલમાં 44 રન ફટકારી સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને ધોઇ નાંખ્યા હતા. આ ઉપરાંત વૃદ્ધિમાન સહાએ 13 બોલમાં 25 રન ફટકાર્યા હતા. જો કે સનરાઝર્સ હૈદરાબાદના બોલર્સ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા અને માત્ર 3 વિકેટ લઇ શક્યા હતા.. ગુજરાત ટાઇટન્સે 20મી ઓવરના પ્રથમ બોલમાં જ 168 રન ફટકારી મેચ જીતી લીધી હતી.. 

Latest Stories