ઉમરેઠમાં નીકળેલ રામ લલ્લાની શોભાયાત્રામાં હિન્દૂ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થાય

ઉમરેઠમાં નીકળેલ રામ લલ્લાની શોભાયાત્રામાં હિન્દૂ-મુસ્લિમ કોમી એકતાના દર્શન થાય
New Update

ઉમરેઠ ધર્મશાળા માતાની લીમડી તરફથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવી, જેમાં ઉમરેઠનગરના તમામ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. ભવ્ય શોભા યાત્રાનું વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોમી એકતાના દર્શન પણ હેર ઠેર જોવા મળ્યા. દરજીવાડના નાકે ઉમરેઠના પત્રકારો દ્વારા ઠંડા પાણીની બોટલો વેંચવામાં આવેલ,આ પ્રસંગે પત્રકારો ભવાનજી કચ્છી પટેલ,વિનોદ રાઠોડ,રફીક દીવાન, વાહીદ પઠાણ, કાલુ બડે,ઇમરાન કાજી,રમીઝ વોહરા,પરેશ દોશી,ઐયુબ વોહરા હાજર રહ્યા હતા

તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ભવાનજી પટેલ, દીપકભાઈ પટેલ દ્વારા ઉમરેઠ શો મિલ એસોસિએશન ના પ્રમુખ મોહનભાઈ પટેલ ,ઉમરેઠ એમજીવીસીએલ ના જુનિયર એન્જિનિયર નયન ભટ્ટ , ઉમરેઠ ફોરેસ્ટ ઓફિસ વિક્રમસિંહ ઠાકોર , તથા ઉમરેઠ નગરપાલિકા નીતિનભાઈ પટેલ, કાઉન્સિલર ભયલુભાઈ પટેલ, શૈલેષભાઈ બારોટ,ઉમરેઠ નગર પાલિકા પ્રમુખ કનુભાઈ બેંગલોરી, કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ,હર્ષ શેહરાવાળા ઉમરેઠ ભાજપ શહેર પ્રમુખ,વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ઓડ બજાર દરગાહ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર થી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. પંચવટી વિસ્તારમાં પાવર ઓફ યુનિટી મુસ્લિમ સમાજ દ્વારા ઠંડી માજા ફ્રુટી વેહચી ને યાત્રા નુંસ્વાગત કરવામાં આવેલ તેમજ કંસારા બજાર પાસે દીવાન સમાજ દ્વારા ઠંડી ફ્રુટી વેહ્ચી હતી તેમજ ઉમરેઠ પી.એસ.આઇ જી.એમ. પાવરા નું સ્વાગત રફીક દીવાન,રમીઝ વોહરા,ઇમરાન કાજી, ગાંધીનગર ટુડે ના પત્રકાર. વાહીદ પઠાણ,શાહરૂખ કાજી,તેમજ અલ્તાફ પઠાણ દ્વારા સ્વાગત કરવામાં આવેલ ,શોભાયાત્રામાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ નું આખા નગરમાં તથા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમરેઠ પીએસઆઇ પાવરા સાહેબ દ્વારા શોભાયાત્રા ના રૂટ ઉપર પેટ્રોલિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો . 

#India #ConnectGujarat #grand procession #Hindu Muslim #communal #unity witnessed #Janmabhoomi Pran Pratishtha Mahotsav #Sri Ram Lalla
Here are a few more articles:
Read the Next Article