Connect Gujarat
ધર્મ દર્શન 

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 65800ની ઉપર ખૂલ્યો

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 65800ની ઉપર ખૂલ્યો
X

આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજાર માટે સારા મજબૂત સંકેતો નથી, પરંતુ તેમ છતાં તેના બંને મુખ્ય સૂચકાંકોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં પ્રારંભિક મોમેન્ટમ અકબંધ છે અને તે લીલા નિશાનમાં રહેવામાં સફળ જણાય છે. આજે બેન્ક નિફ્ટીના ઝડપી ઉછાળાને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી, ઓટો શેરોમાં પણ મજબૂતીથી બજારને સપોર્ટ મળી રહ્યો છે.

સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઈ છે અને તેનો 30-શેર ઈન્ડેક્સ એટલે કે BSEનો સેન્સેક્સ 90.15 પોઈન્ટ અથવા 0.14 ટકા વધીને આજે 65,811 પર ખુલ્યો છે. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 59.85 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 19,576 ના સ્તર પર ખુલ્યો છે. લગભગ 1708 શેર વધ્યા, 605 શેર ઘટ્યા અને 179 શેર યથાવત.

M&M, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, NTPC, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે સિપ્લા, ITC, સન ફાર્મા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એશિયન પેઇન્ટ્સ ઘટ્યા હતા.

Next Story