IPL: રસાકસી ભરી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સનો વિજય

New Update
IPL: રસાકસી ભરી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સનો વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે વિજયી શરૂઆત કરી છે. ટીમે સિઝનની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રને હરાવ્યું હતું. 209 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન જ બનાવી શકી હતી.કોલકાતા માટે, આન્દ્રે રસેલે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં અણનમ 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે ફિલ સોલ્ટે 54 રન બનાવ્યા હતા. રમનદીપ સિંહે 35 રન અને રિંકુ સિંહે 23 રનનું યોગદાન આપ્યું હતું. ટી નટરાજને ત્રણ વિકેટ લીધી હતી.

Latest Stories